જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અંગે રીવ્યુ બેઠક યોજી
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કા
રીવ્યુ બેઠક


જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીની સમીક્ષા અંગે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે EF (Enumeration Form) ફોર્મ ડીસ્ટ્રીબ્યુશન, ERoll મેપિંગની કામગીરી અંગે રીવ્યુ લેવામાં આવ્યા તથા શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગમાં ફોર્મ ડીસ્ટ્રીબ્યુસન તથા ફોર્મ કલેક્શન અંગેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખાસ કેમ્પનું આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા લગત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande