કમોસમી વરસાદ થયા ને માત્ર પાંચથી સાત દિવસમાં રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે: જુનાગઢ એપીએમસી ચેરમેન કેવલ ચોવટીયા
જૂનાગઢ,10 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં કમોસમી વરસાદને લીધે ખેતી પાકમાં થયેલા નુકસાનમાંથી ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંગે જૂનાગઢ એપીએમસીના ચેરમ
જુનાગઢ એપીએમસી ચેરમેન કેવલભાઈ ચોવટીયા


જૂનાગઢ,10 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં કમોસમી વરસાદને લીધે ખેતી પાકમાં થયેલા નુકસાનમાંથી ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંગે જૂનાગઢ એપીએમસીના ચેરમેન કેવલભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતોના ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.

તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં જ જાતે આવીને જુનાગઢ અને ગીર સોમનાથની મુલાકાત કરી ખેડૂતોને પાકમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. રાજ્ય સરકારે કમોસમી વરસાદ થયાને ખૂબ જ ટૂંકા સમયમાં ૫ થી ૭ દિવસમાં પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ જેટલી ખેડૂતોને સહાય આપવાની નક્કી કરી છે. તેમજ રાજ્ય સરકારે તા.૦૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અડદ, તવેર જેવી જણસો ખરીદવાની શરૂઆત કરી છે. આમ, ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીથી રાહત મળશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande