
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ 2025 અંતર્ગત કુતિયાણા તાલુકાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાની નવી તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવ્યુ છે.
હવે આ સ્પર્ધા 12 અને 13 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. જેમાં એથ્લેટીક્સ તમામ એઈજ ગ્રૃપ બહેનોની સ્પર્ધા 12/11/2025 અને એથ્લેટીક્સ તમામ એઈજ ગ્રૃપ ભાઈઓની સ્પર્ધા 13/11/2025 ના રોજ માલ ક્રિકેટ ગ્રાઉન્ડ, માલ તા. કુતિયાણા ખાતે યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya