પોરબંદરમાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.
પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના વાડોત્રા ગામે રહેતા યુવાને પોરબંદર ખાતે રહેતા એક શખ્સ પાસેથી દોઢ લાખની રકમ ચાર ટકાના વ્યાજે લીધી હતી તેમની પાસેથી રૂપીયા એકવીસ લાખની રકમ વસુલી લીધા બાદ પણ ધાકધમકી આપતો હોવાની તેમની સામે ફરીયાદ નોંધાય છે.
પોરબંદરમાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.


પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના વાડોત્રા ગામે રહેતા યુવાને પોરબંદર ખાતે રહેતા એક શખ્સ પાસેથી દોઢ લાખની રકમ ચાર ટકાના વ્યાજે લીધી હતી તેમની પાસેથી રૂપીયા એકવીસ લાખની રકમ વસુલી લીધા બાદ પણ ધાકધમકી આપતો હોવાની તેમની સામે ફરીયાદ નોંધાય છે.વાડોત્રા ગામે રહેતા માલદે લીલા વાઢીયા નામાના યુવાને પોરબંદરના આરજીટી કોલેજ કેમ્પસમા રહેતા ભરત આલા મકાવાણા નામના શખ્સ પાસેથી રૂ.1,50,000ની રકમ ચાર ટકાના વ્યાજે લીધી હતી વર્ષ 2014 થી 2018 સુધીમાં ३.21,00,000 લાખ જેવી રકમ પઠાણી ઉઘરાણી કરી અને કોરા ચેક લખાવી લીધા હતા અને માલદેભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande