
-ગાર્ડિઓલાના 1000મા મેચમાં ક્લબનો શાનદાર વિજય
માન્ચેસ્ટર, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.). માન્ચેસ્ટર સિટીએ, રવિવારે મોડી રાત્રે એતિહાદ સ્ટેડિયમમાં લિવરપૂલને 3-0થી હરાવીને મેનેજર પેપ ગાર્ડિઓલાના 1000મા મેચને યાદગાર બનાવ્યો. આ જીત સાથે, સિટીએ પ્રીમિયર લીગ સ્ટેન્ડિંગમાં આર્સેનલની લીડને ચાર પોઈન્ટ કરી દીધી.
શનિવારે સુંદરલેન્ડ સાથે આર્સેનલના 2-2ના ડ્રો પછી, સિટી પાસે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની તક હતી, અને ગાર્ડિઓલાની ટીમે અત્યાર સુધીના સિઝનના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે તેનો લાભ ઉઠાવ્યો.
પહેલા હાફમાં એર્લિંગ હાલેન્ડને પેનલ્ટી આપવામાં આવી હતી, જેને લિવરપૂલના ગોલકીપર જ્યોર્જી મામરદાશવિલીએ બચાવી હતી. પરંતુ 29મી મિનિટે હોલેન્ડે, મેથ્યુસ નુન્સના શાનદાર ક્રોસને હેડ કરીને સિટીને લીડ અપાવી.
મોહમ્મદ સલાહના કોર્નરમાં વર્જિલ વેન ડાઈકે, હેડ કરીને ગોલ કર્યો ત્યારે લિવરપૂલે બરાબરી કરી લીધી, પરંતુ એન્ડી રોબર્ટસન ઓફસાઇડ હોવાથી ગોલ રદ થયો. થોડી મિનિટો પછી, હાફટાઇમ પહેલા, નિકો ગોન્ઝાલેઝનો શોટ વાન ડિજકે ડિફ્લેક્ટ કરી ગોલપોસ્ટમાં ગયો, જેનાથી સિટી 2-0ની લીડ મેળવી શક્યું.
લિવરપૂલે બીજા હાફમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોડી ગાક્પોએ નજીકથી તક ગુમાવી. 63મી મિનિટમાં, જેરેમી ડોકુએ કેટલીક વ્યક્તિગત કુશળતા દર્શાવી, ઇબ્રાહીમા કોનાટેને હરાવીને ટોચના ખૂણામાં ગોલ કરીને સ્કોર 3-0 કર્યો.
લિવરપૂલે કેટલીક તકો બનાવી - ડોમિનિક સ્ઝોબોસ્લાઈએ દૂરથી શોટ માર્યો અને સલાહે વન-ઓન-વન તક ગુમાવી - પરંતુ સિટીએ આત્મવિશ્વાસપૂર્વક મેચનો અંત કર્યો.
આ જીત સાથે, માન્ચેસ્ટર સિટી ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું, જ્યારે લિવરપૂલ આઠમા સ્થાને આવી ગયુ, જે સિઝનની પાંચમી હારનો ભોગ બની ચુક્યું છે.
આ મેચ ગાર્ડિઓલા માટે ખાસ હતી - તે તેમના મેનેજરિયલ કારકિર્દીની 1,000મી મેચ હતી અને તેમની 716મી જીત હતી (જેમાંથી 388 જીત સિટી સાથે હતી).
જોકે હોલેન્ડે તેમનો 100મો પ્રીમિયર લીગ ગોલ કર્યો ન હતો, તેમણે લિવરપૂલ સામે સિટી સાથે તેમનો સતત ત્રીજો ઘરઆંગણેનો ગોલ કર્યો હતો. તેમણે આ સિઝનમાં 11 મેચમાં 14 ગોલ કર્યા છે - પ્રીમિયર લીગના ઇતિહાસમાં અત્યાર સુધીનો કોઈપણ ખેલાડીનો બીજો સૌથી મોટો સ્કોર.
આ મેચનો વાસ્તવિક હીરો જેરેમી ડોકુ હતો, જેમણે લક્ષ્ય પર ત્રણેય શોટ માર્યા હતા, વિરોધી બોક્સમાં 11 વખત બોલને સ્પર્શ કર્યો હતો, અને 10 માંથી 7 સફળ ડ્રિબલ પૂર્ણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ