
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે
તેલંગાણાના પ્રખ્યાત કવિ અને વિચારક આંદે શ્રીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું
કે,” તેમના નિધનથી આપણા સાંસ્કૃતિક અને બૌદ્ધિક ક્ષેત્રમાં ઊંડી શૂન્યાવકાશ સર્જાઈ
છે.”
એક ઈ-પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, આંદે શ્રીના નિધનથી, આપણા સાંસ્કૃતિક અને
બૌદ્ધિક પરિદૃશ્યમાં ઊંડી શૂન્યાવકાશ સર્જાઈ છે. તેમના વિચારો તેલંગાણાના આત્માને
પ્રતિબિંબિત કરે છે. એક પ્રખર કવિ અને વિચારક તરીકે, તેઓ લોકોનો અવાજ હતા.તેમના સંઘર્ષો, આકાંક્ષાઓ અને
અમર ભાવના વ્યક્ત કરતા હતા. તેમના શબ્દોમાં, હૃદયને હલાવવા, અવાજોને એક
કરવાની અને સમાજના સામૂહિક નાડીને આકાર આપવાની શક્તિ હતી. તેમણે જે રીતે સામાજિક
ચેતનાને કાવ્યાત્મક સુંદરતા સાથે મિશ્રિત કરી હતી તે નોંધપાત્ર હતું. મારી સંવેદનાઓ
તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ