
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) રિંગ રોડ, સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં સાફ સફાઈનું કામ કરતા યુવકની સાથે સફાઈ કામ કરતા યુવકે તેની ભાઈની ફિયાન્સી સાથે વાત કરતો હોવાથી શંકા રાખી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેથી આખરે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી, સી.આર.પાટીલ રોડ, સુમન કેશવ આવાસમાં રહેતા સરદાર ઉર્ફે ચટ્ટા દેવીદાર ચૌહાણ રિંગરોડ સ્થિત સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં સફાઈનું કામ કરે છે.
દરમિયાન ગઈકાલે રવિવારે સાડા નવેક વાગ્યાના આરસામાં માર્કેટના પાકિંંગ પ્રોજેક્ટની બાજુમાં ગેટ પાસે તેની સાથે સફાઈનું કામ કરતા મુકેશ મધુકર સકટ એ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક સરદાર આરોપીના ભાઈની ફિયાન્સી સાથે વાત કરતો હતો. જેની શંકા રાખી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે મૃતક સરદાર ચૌહાણના ભત્રીજા વિનોદ બુધાભાઈ ચૌહાણની ફરિયાદ લઈ મુકેશ સકટ સમે હત્યાનો ગુનો નોધી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે