

પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના મંડેર ગામે હડકાયા શ્વાને આંતક મચાવતા ભયનો મહોલ જોવા મળ્યો હતો કુલ 20 જેટલા લોકોને બચકા ભરી લૈતા સારવાર માટે માધવપુર અને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પોરબંદર જિલ્લાના મંડેર ગામે આજે સવારના સમયે હકડકાયા શ્વાને આંતક મચાવ્યો હતો ગામમા અલગ-અલગ સ્થળોએ 20 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા.જેને પગલે નાશભાગ મચી ગઇ હતી કેટલાક લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગ્યા હતા.ઇજાગ્રસ્ત બનેલા લોકોને પ્રાથમિક સારવાર માધવપુર ખાતે આપી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અંતે હડકાયા કુતરાને મારી નાંખવામા આવ્યુ હડકાયા કુતરાના આતંકને લઇ મંડેર ગામામા ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya