



પોરબંદર, 10 નવેમ્બર (હિ.સ.) વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના મોઢવાડા અને રીણાવાડા ગામ ખાતેથી 9 કરોડથી વધુની રકમના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે
વાડી વિસ્તારના રસ્તાઓ પણ સારી ગુણવતાના બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના વિકાસનું કાર્ય
કરવામાં આવી રહ્યું છે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીમાં નુકશાનની વાત કરતા તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને કુદરતી આફતના સમયે ખેડૂતને પડખે સરકાર ઉભી છે અને રાજ્ય સરકારે ₹15,000 હજાર કરોડ રૂપિયાની ખેડૂતોની જણસ ખરીદી કરવાનું નક્કી કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે રોડ રસ્તાના ઝડપી કામો હાથ ધરી શકાય તે માટે ખેડૂતોને પણ સહકાર આપવા તેમજ રોડની સાઈટમાંથી યોગ્ય રીતે વરસાદી પાણીની નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ પોરબંદર જિલ્લામા વિવિધ યોજનાઓમાં વધુ રસ્તાઓના કામો જિલ્લામાં થયા છે તેની વિગતે વાત કરી હતી અને રોડ રસ્તાના કામો સારી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેબિનેટ મંત્રીના હસ્તે મોઢવાડાથી રામવાવ રોડનું રૂ.2 કરોડ 99 લાખના ખર્ચે રીસર્ફેસીંગનું કામ,મોઢવાડા - શીગડા સિમપરા રોડના ૨ કરોડ 99 લાખના ખર્ચે રીસર્ફેસીંગનું કામ અને હર્ષદ એપ્રોચ રોડ 70 લાખના ખર્ચે કરવાનું એમ કુલ રૂ.6 કરોડ 67 લાખ જેટલાના ખર્ચે ત્રણેય રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અને કેબિનેટ મંત્રીના હસ્તે રીણાવાડા ખાતે ક્ષાર અંકુશ વિભાગને લાગુ પડતા 2 કરોડ 66 લાખના ત્રણ જેટલા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં રોડ અને રસ્તાની સુવિધામાં વધારો કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓને રિપેરિંગ,રીસર્ફેસિંગ તેમજ રોડ વિકાસ કાર્યો થકી પરિવહન સુવિધામાં સુધારો આવતા વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પિયુષ સિગરખીયા,તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ,કાર્યપાલક ઇજનેર મકવાણા,પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા, અગ્રણી સર્વે ભુરાભાઈ કેશવાલા, વિરમ કારાવદરા,હાથિયા ખુટી,સામત ઓડેદરા,પ્રતાપ કેશવાલા, ભરત મોઢવાડીયા,કાળુ ગોઢાણીયા, વીજય મોઢવાડીયા, દિલીપ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya