ભાઈની મંગેતર સાથે વાત કરવાની શંકામાં સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં ચપ્પુ મારી યુવકની હત્યા
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના રીંગરોડ ખાતે આવેલ સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં ગઈ કાલે સફાઈ કર્મચારીની ચપ્પુના ઘા ઝીંકી બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવને પગલે માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જયારે સલાબતપુરા પોલીસે હત્યાના આ
ભાઈની મંગેતર સાથે વાત કરવાની શંકામાં સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં ચપ્પુ મારી યુવકની હત્યા


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના રીંગરોડ ખાતે આવેલ સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં ગઈ કાલે સફાઈ કર્મચારીની ચપ્પુના ઘા ઝીંકી બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવને પગલે માર્કેટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જયારે સલાબતપુરા પોલીસે હત્યાના આ ગંભીર બનાવને પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો છે. ભાઈની મંગેતર સાથે વાતચીત કરતો હોવાની શંકામાં આરોપીએ યુવકની હત્યા કરી દીધી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈ કાલે રીંગરોડ ખાતે આવેલ સુરત ટેકસટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેકટની બાજુમાં, બ્લોકે નંબર -ઓ અને એસ ની વચ્ચે, ગેટ નંબર-5 ના રોડ પર જાહેરમાં આરોપી મુકેશ મધુકર સકટ ( રહે-મહાદેવનગર-1, ઘર નંબર-225, ડીંડોલી ) નાએ મરણજનાર સરદાર ઉર્ફે ચડ્ડણ દેવીદાર ચૌહાણ ( ઉ.વ.૨૧ ) ( રહે.ઘર નં. 1305, બિલ્ડીંગ નં.ડી સુમન કેશર આવાસ ડીંડોલી ) નાને પેટના ભાગે ચપ્પુનો ઊંડો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે આરોપી મુકેશ સકટ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે હત્યાના આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ટેકનીકલ તથા હ્યુમન સોર્સિસ આધારે વર્ક આઉટમાં હતી દરમ્યાન મળેલ બાતમીને આધારે હત્યાના બનાવને અંજામ આપનાર આરોપી મુકેશ સકટની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીની પુછપરછ કરતા હત્યા પાછળનો કારણ જાણવા મળ્યું હતું કે.આરોપી મુકેશ મધુકર સકટના ભાઇની સગાઇ થયેલી હતી. તેની મંગેતર સાથે મરણજનાર સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર નાનો વાતચીત કરતો હોવાની શંકા રાખી આરોપીએ ચપ્પુ મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande