સુરતની લોખાત હોસ્પિટલની બાજુમાં છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના રામપુરા ખાતે આવેલ લોખાત હોસ્પિટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે પરિવારમાં તેમજ આસપાસના રહીશોમાં ભય ફેલાય ગયો હતો અને સ્થળ પર ભાગદોડ મચી જવા પામી હતી. એટલું જ નહીં આગ ઓલવ
સુરતની લોખાત હોસ્પિટલની બાજુમાં છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના રામપુરા ખાતે આવેલ લોખાત હોસ્પિટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે પરિવારમાં તેમજ આસપાસના રહીશોમાં ભય ફેલાય ગયો હતો અને સ્થળ પર ભાગદોડ મચી જવા પામી હતી. એટલું જ નહીં આગ ઓલવતી વખતે એક વ્યક્તિ સામાન્ય દાઝી ગઈ હતી. જયારે ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઓલાવવા માટે કવાયત હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામપુરા ખાતે આવેલ લોખાત હોસ્પિટલની બાજુમાં આદિલ પેલેસ આવ્યું છે. દરમિયાન રાત્રે લગભગ 11 વાગ્યે છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે ફ્લેટમાં રહેતો પરિવાર તથા આજુબાજુના રહીશોમા ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

વધુમાં સબ ફાયર ઓફિસર મહેશ પટેલએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એજાજ મલિક નામની વ્યક્તિ સામાન્ય દાઝી જતા તેમને 108 એમ્બ્યુલેન્સ દવારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાતી આગ લાગી હતી.આગને કારણે ઘરમાં રહેલ ફ્રીઝ, ગાદલા કપડાં સહીત ઘર વખરીનો સામાન બળી ગયું હતું. જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું, અને આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande