
સુરત, 10 નવેમ્બર (હિ.સ.)-શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ કાપડની દુકાનમાં ચલાવતા વેપારીએ તેમની દુકાનની સામે જ આવેલ અન્ય કાપડની દુકાન ચલાવતા વેપારીની દીકરી સામે દાનત બગાડી હતી અને તેમને બીભસ્ત ઈશારા કરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર દીકરીએ સઘળી હકીકત પિતાને જણાવતા તેઓએ તમામ આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રૂસ્તમપુરામાં અકબર શહીદના ટેકરામાં રહેતો ઇમરાન ખાન કાદિરખાન પઠાણ ઘર પાસે જ લેડીઝ કપડા ની દુકાન ધરાવે છે. તેમની દુકાન પાસે જ અન્ય વેપારીની પણ લેડીઝ કપડા ની દુકાન આવેલી છે. જે વેપારીની 16 વર્ષની દીકરી પણ અવારનવાર દુકાન પર બેસવા માટે આવતી હતી ત્યારે ઇમરાન ખાન પઠાણે તેમના પર નજર બગાડી હતી. ઇમરાનખાન વેપારીની દુકાને મળવાના બહાને આવી તેમની દીકરીના વખાણ કરી શારીરિક અડપલા કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની દુકાનમાં બેસીને કિશોરીને બીબસ્ત ઇશારાઓ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ, સઘળી હકીકત પિતાને જણાવી હતી. બનાવને પગલે પિતાએ ગતરોજ દીકરીને સાથે લઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ઇમરાન ખાન પઠાણ સામે છેડતીનો ગુનો નોંધી મોડી રાત્રે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે