કાપોદ્રામાં પહેલા માળે રૂમની અંદર આગ લાગતા નાસભાગ,પરિવાર સહીસલામત
સુરત, 10 નવેમ્બર (હિ.સ.)-શહેરના કાપોદ્રા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 x 10 ની રૂમમાં ગત રાત્રે ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવાના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત
ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી


સુરત, 10 નવેમ્બર (હિ.સ.)-શહેરના કાપોદ્રા લક્ષ્મણનગર ખાતે પહેલા માળ ઉપર આવેલી 10 x 10 ની રૂમમાં ગત રાત્રે ટીવીમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આખી રૂમમાં આગ પ્રસરી ગઈ હતી.ત્યારે રૂમની અંદર પરિવાના સભ્યો સમયસૂચકતા વાપરી સહીસલામત બહાર નીકળી ગયા હતા.જયારે ઘટનાને પગલે સ્થળ અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા બે ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.એટલું જ નહીં ફાયર બ્રિગેડના જવાનોની સુઝબુઝને લીધે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા રહી ગયું હતું.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા લક્ષમણનગર પાસે આવેલા દીનદયાલનગરમાં પહેલા માળ ઉપર 10x10 ની રૂમમાં પરિવારના ત્રણથી ચાર સભ્યો રહેતા હતા.દરમિયાન ગત રાત્રે રૂમની અંદર અચાનક આગ લાગી ગઈ હતી,અને જોત જોતામાં આગ ઝડપથી આખી રૂમની અંદર પ્રસરી ગઈ હતી.જયારે આ ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.વધુમાં કાપોદ્રા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે ટીવી અથવા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને આખા રૂમની અંદર પ્રસરી ગઈ હતી.ત્યારે પરિવારના સભ્યો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા,રૂમની અંદર ગેસ સિલિન્ડર પણ હતું જે આગને કારણે ગરમ થઇ ગયું હતું જોકે તે ફાટે અથવા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સિલિન્ડરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું.અને અર્ધો કલાકમાં આગને કન્ટ્રોલમાં કરી લેવામાં આવી હતી.આગને કારણે ટીવી, ફ્રીજ અને ઘર વખરી બળી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande