પૂણામાં વ્યાજખોરે વિધવાનું મકાન પચાવી પાડી શારીરિક અડપલાં કર્યા
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) કોસાડ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય વિધવાએ વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાંયે વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છેડતી કરી હતી. વ્યાજખોરો તેની અભદ્ર માંગણી નહી સંતોષાતા વિધવાનું મકાન પચાવી પાડી દીકરા સહિત જાન
પૂણામાં વ્યાજખોરે વિધવાનું મકાન પચાવી પાડી શારીરિક અડપલાં કર્યા


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) કોસાડ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય વિધવાએ વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાંયે વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છેડતી કરી હતી. વ્યાજખોરો તેની અભદ્ર માંગણી નહી સંતોષાતા વિધવાનું મકાન પચાવી પાડી દીકરા સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પૂણા પોલીસના જાણવા મુજબ કોસાડ ડી-માર્ટ પાસે રહેતા 37 વર્ષીય વિધવાએ એપ્રિલ 2023માં રાણા ભગા ભમ્મર (આહિર) પાસેથી 22 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે વિધવાએ સિક્યુરીટી પેટે તેમનું પૂણાગામ ગુરુક્રુપા સોસાયટીમાં આવેલ મકાન નામ ઉપર કરાવી લીધુ હતું. વિધવાએ વ્યાજખોર રાણા આહિરને માર્ચ 2025 સુધી દર મહિને રોકડથી તેમજ ઓનલાઈથી વ્યાજ ચુકવી આપતા હતા. ત્યારબાદ તેમની પાસે પૈસાની સગવડ નહી થતા વ્યાજ ચુકવી શકતા ન હતા. જેથી રામા તેમના ઘરે જઈ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરતા વિધવાએ તેની પાસે વ્યાજ આપવા સમયની માંગણી કરતા ઘર ખાલી કરવાની તેમજ દીકરા સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક દિવસ વિધવા ઘરે એકલા હતા તે વખતે રાણા આહિર તેમના ઘરે પહોચી જઈ શારીરીક અડપલા કર્યા હતા. અને અભદ્વ માંગણી કરી હતી. જોકે વિધવા તેમના તાબે નહી થતા જાનથી મારી નાંખવાની ધમકી આપી મકાન પચાવી પાડ્યું હતુ. પૂણા પોલીસે વિધવાની ફરિયાદ લઈ વ્યાજખોર રાણા આહિર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande