સુરતના વરાછામાં ઓટોરિક્ષામાં ઠગ ટોળકીએ વૃઘ્ધાની 60 હજારની બંગડી તફડાવી લીધી
સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના વરાછા વિસ્તારમાં રહેતી વૃઘ્ધા સૌરાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યા હતા. વહેલી સવારે તેઓ સુરત રેલ્વે સ્ટેશનથી હીરાબાગ એક ઓટો રિક્ષામાં આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ઓટોરિક્ષામાં સવાર એક મહિલા તથા અન્ય બે પુરુષોએ ભેગા મળી
સુરતના વરાછામાં ઓટોરિક્ષામાં ઠગ ટોળકીએ વૃઘ્ધાની 60 હજારની બંગડી તફડાવી લીધી


સુરત, 10 નવેમ્બર (હિ.સ.) : શહેરના વરાછા વિસ્તારમાં રહેતી વૃઘ્ધા સૌરાષ્ટ્રથી ટ્રેનમાં સુરત આવ્યા હતા. વહેલી સવારે તેઓ સુરત રેલ્વે સ્ટેશનથી હીરાબાગ એક ઓટો રિક્ષામાં આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ઓટોરિક્ષામાં સવાર એક મહિલા તથા અન્ય બે પુરુષોએ ભેગા મળી મહિલાને વાતોમાં રાખી તેમની રૂપિયા 60 હજારની સોનાની બંગડી ચોરી કરી લીધી હતી. જોકે બાદમાં વૃદ્ધાને હીરાબાગની જગ્યાએ વરાછા મેઇન રોડ ઉપર ઉતારી દઈ રીક્ષા પૂરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનારે આ મામલે કાપોદ્રા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા વસંતબેન શિવકુમાર વાઘાણી દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં ગયા હતા. ગત તારીખ 31/10/2025 ના રોજ તેઓ રેલ્વે મારફતે સુરત આવ્યા હતા. વહેલી સવારે સુરત રેલ્વે સ્ટેશન ઉતર્યા બાદ તેઓએ હીરાબાગ પોતાના ઘરે આવવા માટે એક ઓટો રીક્ષા ભાડે કરી હતી. આ દરમિયાન એક ઓટો રીક્ષામાં મહિલા તથા અન્ય બે પુરુષો મુસાફરો સાથેની ઓટો રીક્ષા તેમની પાસે આવી હતી અને વસંતબેનને ઓટોરિક્ષામાં બેસાડી હીરાબાગ લઈ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પરીક્ષામાં બેસેલી અજાણી મહિલા અને પુરુષોએ ભેગા મળી વસંતબેનને વાતોમાં રાખી તેમની પાસે હાથમાં રહેલી રૂપિયા 60 હજારની સોનાની બંગડી કોઈ સાધન વડે કાપી નાખી હતી અને ચોરી કરી લીધી હતી. બાદમાં વરાછા મેઇન રોડ ઉપર સુરત સુપર સ્ટોર પાસે જ રીક્ષા સાઈડમાં ઊભી રાખી વસંતબેનને ઓટોરિક્ષામાંથી ઉતારી ચોર ઈસમો ભાગી ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વસંતબેનએ તમામને કાપોદ્રા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે રૂપિયા 60,000 ની સોનાની બંગડી ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande