રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી અમરેલીમાં,13 ડિગ્રી તાપમાન સાથે નલિયા-ગાંધીનગરને પાછળ છોડ્યાં
- મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઃ હવામાન વિભાગ અમદાવાદ,11 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં સૌથી વધુ થડી પડતી હોય તો તે કચ્છ જિલ્લાનું નલિયા છે પરંતુ આ વર્ષે ગાંધીનગરે નલિયાને પાછળ રાખ્યું હતું જ્યારે આજે શિયાળાની સિઝનમાં અમરેલી માટે
રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી અમરેલીમાં,13 ડિગ્રી તાપમાન સાથે નલિયા-ગાંધીનગરને પાછળ છોડ્યાં


- મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઃ હવામાન વિભાગ

અમદાવાદ,11 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં સૌથી વધુ થડી પડતી હોય તો તે કચ્છ જિલ્લાનું નલિયા છે પરંતુ આ વર્ષે ગાંધીનગરે નલિયાને પાછળ રાખ્યું હતું જ્યારે આજે શિયાળાની સિઝનમાં અમરેલી માટે સૌથી ઠંડી રાત રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ, 13 ડિગ્રી તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડું રહ્યું છે. તો નલિયામાં પણ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે. હાલ તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી અમરેલીમાં નોંધાઈ છે, જ્યાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતા 5.2 ડિગ્રી ઓછું છે. દીવમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાતા સામાન્ય કરતા 5.3 ડિગ્રી વધુ ઠંડીનો અનુભવ થયો. નલિયામાં પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો અને લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જ્યારે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ રાજ્યમાં 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.

હજુ પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે નોંધાયું છે, જેના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, સવાર અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે અગાઉના તાપમાન મુજબ 4.3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થયો છે. જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.8 અને ન્યૂનતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સુરતમાં મહત્તમ તાપમાન 32.2 અને ન્યૂનતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 30 અને ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમી અનુભવાઈ શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ખાસ મોટો બદલાવ જોવા નહીં મળે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande