
સુરત, 11 નવેમ્બર (હિ.સ.) : સુરત-મુંબઇ નેશનલ હાઇવે પર નવો પલસાણો નજીક કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પો ચાલકે અચાનક લેન બદલતા અકસ્માત થયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો, છતાં કારમાં સવાર ત્રણેય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમિત કર્યો હતો અને બંને વાહનોને માર્ગ પરથી ખસેડવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે