કોટડાસાંગાણી તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા, કૃષિરાહત પેકેજ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો
રાજકોટ,11 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે. તાલુકાના અરડોઈ ગામના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળ
કોટડાસાંગાણી તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા, કૃષિરાહત પેકેજ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો


રાજકોટ,11 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે. તાલુકાના અરડોઈ ગામના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. આ સાથે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાય માટે જાહેર કરેલા 10 હજાર કરોડના રાહત પેકેજ પ્રત્યે ખેડૂતો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

કોટડાસાંગાણીના ખેડૂત અગ્રણી વિનુ ઠુંમરે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો

મગફળી વેચવા આવી રહ્યા છે. મગફળીના ટેકાના 1452 ના ભાવથી ખેડૂતો ખુશ છે. કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે 10 હજાર કરોડનું માતબર કૃષિ રાહત પેકેજ આપ્યું છે, તેનાથી ખેડૂતોને રાહત થશે. આ પેકેજ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામનો આભાર માનું છું.

જ્યારે ચાંપાબેડા ગામના ખેડૂત કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મગફળીમાં મણનો 1452 ભાવ આપીને ખેડૂતદીઠ 125 મણ મગફળીની ખરીદી શરૂ કરી છે. નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત બધા પાસેથી 125 મણ મગફળી ખરીદાય છે, તે સારું છે. ખેડૂતોની કોઈ ફરિયાદ ના રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

આ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેનો રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરાવીને, ટૂંક સમયમાં જ 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી છે, તે બદલ ગુજરાત સરકારનો આભાર માનું છું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande