વડનગર ખાતે 22-23 નવેમ્બરે તાના-રીરી મહોત્સવ — તૈયારીઓ અંગે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠક
મહેસાણા, 11 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર શહેરમાં દર વર્ષે યોજાતા તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવની તૈયારીઓ આ વર્ષે પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ દ્રિદિવસીય મહોત્સવ તા. 22 અને 23 નવેમ્બરના રોજ ગરીમાપૂર્ણ રીતે યોજાશે. મહોત્સવની ત
વડનગર ખાતે 22-23 નવેમ્બરે તાના-રીરી મહોત્સવ — તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠક


વડનગર ખાતે 22-23 નવેમ્બરે તાના-રીરી મહોત્સવ — તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠક


મહેસાણા, 11 નવેમ્બર (હિ.સ.)

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર શહેરમાં દર વર્ષે યોજાતા તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવની તૈયારીઓ આ વર્ષે પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ દ્રિદિવસીય મહોત્સવ તા. 22 અને 23 નવેમ્બરના રોજ ગરીમાપૂર્ણ રીતે યોજાશે.

મહોત્સવની તૈયારીને લઈ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને આયોજન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન મહોત્સવને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સુરક્ષા, સલામતી, સ્ટેજ વ્યવસ્થા, વિદ્યુત પુરવઠો, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા તેમજ એવોર્ડી કલાકારોના સન્માન જેવી વિવિધ બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ.આર. વાળા, નિવાસી અધિક કલેક્ટર જશવંત જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક હર્ષનિધિ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દર વર્ષે હજારો સંગીતપ્રેમીઓ વડનગર ખાતે ભેગા થઈ તાના અને રીરીના સંગીત વારસાને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ વર્ષે પણ મહોત્સવને વધુ ગૌરવશાળી અને યાદગાર બનાવવા તંત્ર તરફથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande