
ગીર સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) કોડીનાર જિલ્લામાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો શુભારંભ થયો છે સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથના કોડીનારમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા અગ્રણી ભગુભાઈ પરમાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ખરીદીને શુભારંભ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ખરીદી કેન્દ્રો પર જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ટેકાના ભાવે ખરીદીને લક્ષમાં રાખી ખેડૂતો માટે સુનિયોજીત રીતે વ્યવસ્થા જળવાય અને ખરીદી વ્યવસ્થાના નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ