
ગીર સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે યોજાયેલા આરોગ્ય કેમ્પને સીનિયર પત્રકાર અતુલભાઈ કોટેચાએ આવકાર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દિવસ-રાત જનતાની સેવામાં આસપાસની ઘટનાઓને રજૂ કરવા માટે સતત ફીલ્ડ પર ફરતાં પત્રકારોની રાજ્ય સરકારે ચિંતા કરી છે, તે આવકારદાયક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ