ખેલ મહાકુંભ કબડ્ડી ટુર્નામેન્ટમાં ગોકુલ યુનિવર્સિટી તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાનો ખેલ મહાકુંભ ૨૦૨૫ અન્વયે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમા સિધ્ધપુર તાલુકાની શાળાઓ તથા ઓપન વય જૂથ ભાઈઓની કુલ ૨૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ઓપન વ
ખેલ મહાકુંભ કબડ્ડી ટુર્નામેન્ટમાં ગોકુલ યુનિવર્સિટી તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : સિધ્ધપુર તાલુકાનો ખેલ મહાકુંભ ૨૦૨૫ અન્વયે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેમા સિધ્ધપુર તાલુકાની શાળાઓ તથા ઓપન વય જૂથ ભાઈઓની કુલ ૨૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ઓપન વય જૂથની સ્પર્ધામાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી તાલુકા કક્ષાએ ચેમ્પિયન બની હતી, જે આગામી ૨૪ નવેમ્બરના રોજ જીલ્લા કક્ષાએ સિધ્ધપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. સિધ્ધપુર તાલુકાનો ખેલ મહાકુંભ ૨૦૨૫ કબડ્ડી ટૂર્નામેન્ટ વિજેતા બનવા બદલ ધારાસભ્ય બલવંતસિહ રાજપૂતે સ્પોર્ટ ડિરેક્ટર ડો દિવ્યેશ રાવલ , આસીસ્ટન્ટ સ્પોર્ટ્સ ડીરેક્ટર હિમાંશુભાઈ તેમજ ખેલાડીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાએ વિજય મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી .

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande