


પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : મુંબઈના એમ.આઈ.જી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 12, 13 અને 14 નવેમ્બર ના રોજ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે. જેમાં મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્રની ટીમ ભાગ લેશે. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પોરબંદરના ભીમા ખૂંટી કરશે. ક્રિકેટ જગતમાં પોરબંદરના ભીમા ખૂંટી નું નામ બહુ મોટું છે. જેમાં ભીમા ભાઈએ ઘણા બધા દેશમાં ભારત તરફથી રમીને ભારત તથા આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ તકે ભીમાભાઈએ જણાવ્યું હતું કે એક ઐતિહાસિક ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટ થવા જઈ રહ્યો છે કે જ્યાં ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર આ ગ્રાઉન્ડ પર રમી ચૂક્યા હોય. તે ગ્રાઉન્ડમાં રમવું મારા માટે અને પૂરી ટીમ માટે ગૌરવ ની વાત છે. ભીમા ખૂંટી એ વધુમાં જણાવ્યું હતું કે જેમ મુંબઈની ક્રિકેટ ટીમને સપોર્ટ મળે છે એવી રીતે ગુજરાતની ટીમને સપોર્ટ મળતો નથી તેના કારણે ઘણી વાર ટીમને હારનો સામનો કરવો પડે છે કારણ કે વ્હિલચેર ક્રિકેટ રમવા માટે તમારી પાસે સ્પોર્ટ્સ વ્હીલચેર હોવી જરૂરી હોય છે. પણ ગુજરાતના ઘણા બધા ખેલાડીઓ પાસે વ્હીલચેર જ નથી એટલે હોસ્પિટલ વાળીને વ્હીલચેર લઈને રમવા જતા હોય છે તો તેવી વિલચર પર પર્ફોમન્સ કરવું અશક્ય જેવું હોય છે. અને ટીમના ખેલાડીઓ પાસે પ્રોપરક્રિકેટ કીટ ના હોય અને ટીમના ટ્રાવેલિંગ ખર્ચ ઉઠાવવા માટે પણ સારા સ્પોન્સર ના હોવાને તેના કારણે ઘણી વખત તેમનું પરફોર્મન્સ બીજા રાજ્યની કમ્પેરીઝનમાં બહુ નબળું રહી જાય છે. કારણ કે ક્રિકેટ એક ટીમ ગેમ છે એટલે એક બે ખેલાડીઓના પર્ફોમન્સથી હર વખત ટીમને જીતાડવું શક્ય બનતું નથી એટલે અમે ગુજરાતની કંપનીઓ તથા સંસ્થાઓ અને ગુજરાતના બિઝનેસમેનોને અપીલ કરીએ છીએ કે ગુજરાતની ક્રિકેટ ટીમ તેમજ આપણા ગુજરાતનું ગૌરવ અને ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું અને પૂરા ભારતનું નામ રોશન કરનાર ભીમા ખૂંટીના સ્પોન્સર બનીને આ દિવ્યાંગ ખેલાડીઓની મહેનતની કદર કરીએ અને સાથે આ દિવ્યાંગ ક્રિકેટરોને આગળ વધારવામાં મદદરૂપ થઈએ. આ ટીમમાં ભીમા ખૂંટી (કેપ્ટન), મનહર સંગાડા (વાઈસ કેપ્ટન), હિતેશ ડામોર, રમેશ ખરાડી, દિગેશ પટેલ, આલા ભરવાડ, મેરુ મીર, પોપટ ઠાકોર, સતીશ ભાભોર, ગોપાલ ભરવાડ, અનવર શેખ, વિષ્ણુ રાવલ તથા વનરાજ ભરવાડ કોચ તરીકે ભાગ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya