કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલી આરોપી ઝડપ્યો
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલુ
કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલી આરોપી ઝડપ્યો


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.

આ કાર્યવાહી સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી સુચારૂ રીતે પૂર્ણ થઈ હતી.

કાકોશી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ પી.વી. ચૌધરી તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપવામાં સફળ રહી હતી. ગુ.ર.નં. 11217014250447 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં જરૂરી પુરાવા સાથે કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande