દિલ્હી બ્લાસ્ટના બીજા દિવસે પણ પોરબંદર પોલીસ સતર્ક
પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : બે દિવસ પૂર્વે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં 1 માં પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો. જેને લીધે 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને
દિલ્હી બ્લાસ્ટના બીજા દિવસે પણ પોરબંદર પોલીસ સતર્ક.


દિલ્હી બ્લાસ્ટના બીજા દિવસે પણ પોરબંદર પોલીસ સતર્ક.


દિલ્હી બ્લાસ્ટના બીજા દિવસે પણ પોરબંદર પોલીસ સતર્ક.


પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : બે દિવસ પૂર્વે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં 1 માં પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો. જેને લીધે 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સતત ચોવીસે કલાક કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ સતત ચેકિંગની કામગીરી કરી રહી છે. ત્યારે ગઈ કાલે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, બંદર, એરપોર્ટ જેવા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારાસ્નિફર ડોગ સાથે ભીડભાડ વાડા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.

પોરબંદર વિસ્તાર ખુબ જ સંવેદન શીલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1993 માં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ વખતે તેનું આર.ડી.એસ. પોરબંદરના ગોસાબારા ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 2008 માં ભારતમાં થયેલા સૌથી મોટા આતંકી હુમલા વખતે પણ આતંકીઓએ પોરબંદરની બોટ પર કબ્જો કરી મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. પોરબંદર ભારતના રાષ્ટ્રપિતા તુલ્ય મોહનદાસ ગાંધી તેમજ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાની જન્મભૂમિ હોવાને લીધે પોરબંદરમાં પ્રવાસીઓનો વેગ જોવા મળે છે, ઉપરાંત હાલ શરદીની ઋતુ શરુ થવા જઈ રહી છે ત્યારે પોરબંદરમાં વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી શકે છે. જેથી પોરબંદરમાં પ્રવાસીઓની ખાસ્સી એવી ભીડ જોવા મળશે ત્યારે પોરબંદરની સુરક્ષા માટે પોલીસ હંમેશા સતર્ક છે. તે માટે અને પોરબંદરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર અને આસપાસના વિસ્તારોમાંસ્નિફર ડોગ સાથે કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande