

પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના પ્રવેશ દ્વાર સમાન જયુબેલી ચાર રસ્તા એટલે કે જયુબેલી પુલ થી પોરબંદર ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો અને તેને ક્રોસ કરતો નરસંગ ટેકરી, બોખીરા હાઈવે બાયપાસ પરના આ ચાર રસ્તાએ વધુ ટ્રાફીક રહેતી હોય. દિવસ દરમ્યાન ઘણી વખત ટ્રાફીક જામ જેવી સ્થિતી સર્જાતી હોય ટ્રાફીક જામના નિવારણ માટે દિવસ દરમ્યાન ટ્રાફીક પોલીસ અથવા ટ્રાફીક સહાયક જવાનોની તહેનાતી કાયમ માટે થાય તે માટે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયાએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya