
પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટેના પો.ઈન્સ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના અધિકારીઓને આપેલી સૂચના મુજબ પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા રાણાવાવ પો.સ્ટાફના અધિકારીઓ દ્વારા અરજદાર મનુભાઈ કનુભાઇ ઝાલાનો મોબાઈલ LAVA BI 3 કિ.રૂ. 12,000, હમીર વૈજાણદભાઈ રાણાવાયાનો મોબાઈલ Realme & pro VIVO 1200 PRO કી. રૂ 15846, હરેશ કેશવલાલ જોશીનો મોબાઈલ OPPO RENO 8,5g કી. રૂ 29999 તથા વિક્રમ સરમણભાઈ ભાટ્ટીનો મોબાઈલ VIVO કિ.રૂ.16,000 ની મળેલી અરજી મુજબ કુલ કિ.રૂ.73,845/- ની કિંમતના ચાર મોબાઇલ CEIR પોર્ટલ ની મદદથી શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યકર્મ અંતર્ગત અરજદારોને પરત સોપી આપેલ છે. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે. ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઈન્સ. આર.વી.મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ, કૃણાલસિંહ પ્રવિણસિંહ તથા ભરત કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya