
પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના ઉદ્યોગનગર પો.સ્ટે.માં વર્ષ 2108 માં અગાઉના મનદુઃખના કારણે ફરીયાદી સાથે ઝઘડો કરી ફરીયાદીને છરી વડે મારમારી જમણા ગાલ ઉપર તેમજ જમણા હાથના પોચા ઉપર ચરકાની ઈજાઓ કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનો આઈ.પી.સી ક. 323, 324, 504, 114, જી.પી એકટ ક. 135 મુજબનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી છેલ્લા સાત વર્ષથી ફરાર હતો. જેને ઝડપી પાડવામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. આર કે કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓને બાતમી મળી હતી કે આ ગુનાનો નાસતો ફરતો આરોપી લાલચંદ તીલકસીંગ કુશવાહ હાલ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના અડાણા ગામમાં આવેલ જુની પર પ્રાઇવેટ લીમીટેડના પાવર હાઉસમાં કલરકામ કરી રહ્યો છે જે બાતમીને આધારે એ.એસ.આઈ. મુકેશભાઈ માવદીયા તથા હેડ કોન્સ. લક્ષ્મણભાઈ ઓડેદરા તથા વિરેન્દ્રસિંહ પરમારને સુરેન્દ્રનગર ખાતે તપાસમાં મોકલતા આરોપી મળી આવ્યો હતો જેથી આરોપીની અટકાયત કરી વધુ પુછપરછ માટે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી Cr.P.C. 7. 41(1)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya