અગાઉના કૃષિ રાહત પેકેજમાં રૂ. ૧૯૦ કરોડનો વધારો થતા હવે બંને રાહત પેકેજની કુલ રકમ રૂ. ૧૧,૧૩૭ કરોડ થઈ: પ્રવક્તા મંત્રી
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા ક
ફાઈલ ફોટો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી


ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. ૯૪૭ કરોડ અને તાજેતરમાં રૂ. ૧૦,૦૦૦ કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. ૯૪૭ કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. ૧૯૦ કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. ૧૧૩૭ કરોડ થઈ છે. આમ, સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સહન કરેલા ધરતીપુત્રોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૧,૧૩૭ કરોડનું માતબર પેકેજ મુખ્યમંત્રીએ આપ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને પ્રથમ સ્થાન, શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન તેમજ શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ માટે પણ રાજ્ય મંત્રી મંડળની બેઠકે અભિનંદન પાઠવ્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande