અજિંક્ય નાઈક બીજી વખત, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
મુંબઈ, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ની ચૂંટણીમાં અજિંક્ય નાઈક પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. નાઈક સતત બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા છે. તેમની પેનલે 16 માંથી 12 હોદ્દા પર જીત મેળવી છે.
ક્રિકેટ


મુંબઈ, નવી દિલ્હી, 13 નવેમ્બર

(હિ.સ.) મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ની ચૂંટણીમાં અજિંક્ય નાઈક પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે.

નાઈક સતત બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટાયા છે. તેમની પેનલે 16 માંથી 12 હોદ્દા

પર જીત મેળવી છે.

બુધવારે રાત્રે પરિણામો જાહેર થયા પછી, નાઈકે કહ્યું, આ જીત અમારા

ગ્રાઉન્ડ ક્લબ, સચિવો અને દરેક

ક્રિકેટર - પુરુષ અને સ્ત્રી બંનેનો છે. આ સમગ્ર મુંબઈ ક્રિકેટ પરિવારનો વિજય

છે.

અજિંક્ય નાઈકને, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

અને એમસીએ,બીસીસીઆઈ અને આઈસીસીના

ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવારનો ટેકો હતો.

તેમણે કહ્યું, માનનીય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શરદ

પવારના મજબૂત સમર્થનને કારણે, આ સફળતા શક્ય બની હતી. હું આશિષ શેલારનો પણ ખાસ આભાર

માનું છું.

નાઈકની પેનલે પવાર-શેલાર ગ્રુપ નામથી ચૂંટણી

લડી હતી.

ચૂંટણીમાં ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ નીચે મુજબ છે:

ઉન્મેશ ખનવિલકર- સેક્રેટરી તરીકે ચૂંટાયા (શાહાલમ શેખને

હરાવીને).

જીતેન્દ્ર આવ્હાડ- ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા (નવીન શેટ્ટીને

હરાવીને).

નિલેશ ભોંસલે- સંયુક્ત સેક્રેટરી તરીકે ચૂંટાયા (ગૌરવ પય્યાડેને

હરાવીને).

અરમાન મલિક- ટ્રેઝરર તરીકે ચૂંટાયા (સુરેન્દ્ર શેવાળેને

હરાવીને).

આ ઉપરાંત, સંદીપ વિચારે, સૂરજ સામત, વિઘ્નેશ કદમ, મિલિંદ નારવણકર, ભૂષણ પાટિલ, નદીમ મેમણ, વિકાસ રેપાલે, પ્રમોદ યાદવ અને નીલ સાવંત એમસીએની એપેક્સ કાઉન્સિલના સભ્યો

તરીકે ચૂંટાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande