
શ્રીનગર, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.)
શ્રીનગર જૈશ-એ-મોહમ્મદ કાવતરું અને દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસના સંદર્ભમાં,
કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) એ, ગુરુવારે કાશ્મીર ખીણમાં 13 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” આ અઠવાડિયાની શરૂઆતમાં
લાલ કિલ્લા વિસ્ફોટમાં સંડોવાયેલા નેટવર્કની વ્યાપક તપાસના ભાગ રૂપે, જમ્મુ અને
કાશ્મીર CID દ્વારા એકત્રિત
કરવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીઆઈકેનાકર્મચારીઓની ઘણી
ટીમો, સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં દરોડા પાડી રહી છે.
દરોડા પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વ્યક્તિઓના પરિસર પર
કેન્દ્રિત છે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે,” દરોડા કાશ્મીર અને દેશના અન્ય
ભાગોમાં સક્રિય આતંકવાદી મોડ્યુલોને, ખતમ કરવાના સઘન પ્રયાસોનો એક ભાગ છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ