બેપાદર ગામે કસરા-દાંતીવાડા પાઇપલાઇનથી તળાવ છલોછલ, ખેડૂતોમાં ખુશીના મોજાં
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના બેપાદર ગામ ખાતે કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના દ્વારા તળાવમાં પાણી ભરાતા ગામલોકોમાં આનંદ છવાઈ ગયો હતો. નવા નીરના વધામણાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક કર્યા હતા અને તળાવ છલોછલ ભરાઈ જતાં વિસ્તારમાં હર્ષની લાગણી જોવ
બેપાદર ગામે કસરા-દાંતીવાડા પાઇપલાઇનથી તળાવ છલોછલ, ખેડૂતોમાં ખુશીના મોજાં


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના બેપાદર ગામ ખાતે કસરા-દાંતીવાડા પાઇપલાઇન યોજના દ્વારા તળાવમાં પાણી ભરાતા ગામલોકોમાં આનંદ છવાઈ ગયો હતો. નવા નીરના વધામણાં ગામલોકોએ ઉત્સાહપૂર્વક કર્યા હતા અને તળાવ છલોછલ ભરાઈ જતાં વિસ્તારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ યોજનાથી પાણીની અછતનો પ્રશ્ન હળવો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામમાં મંડળીના ગોડાઉનના મકાનનું ખાતમુહૂર્ત પણ પાટણ APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશ મોદી, તાલુકા પંચાયત પ્રમુખ બળદેવભાઈ દેસાઈ તેમજ અન્ય આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધનાભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, હરખાભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરી સહિતના આગેવાનો તથા યુવાનોની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande