
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કેનેડાના નિકાસ પ્રમોશન, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ મંત્રી મનિન્દર સિદ્ધુએ, ગુરુવારે નવી દિલ્હીમાં 7મા ભારત-કેનેડા મંત્રીસ્તરીય સંવાદ ઓન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (એમડીટીઆઈ) ની સહ-અધ્યક્ષતા કરી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર, પીયૂષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા અને રોકાણને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરી. સિદ્ધુ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ વિસ્તૃત કરવાની તકો શોધવા માટે ભારતમાં છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ એક્સ પર લખ્યું કે, નવા રોડમેપ 2025 ના ભાગ રૂપે વેપાર અને રોકાણ પર 7મા ભારત-કેનેડા મંત્રીસ્તરીય સંવાદની સહ-અધ્યક્ષતા કરવાનો આનંદ છે. ગોયલે કહ્યું કે, કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સાથે, દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા, રોકાણને પ્રોત્સાહન આપવા અને આપણા દેશો વચ્ચે સહયોગને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ