
ગાબોરોન (બોત્સ્વાના), નવી દિલ્હી, 13 નવેમ્બર
(હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે,” ભારતના વિકસિત ભારત 2047 અને આફ્રિકાના
એજન્ડા 2063 ના વિઝન હેઠળ, બંને દેશો ન્યાયી, ટકાઉ અને
સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
ભારત-બોત્સ્વાના ભાગીદારી લોકશાહી, માનવ ગૌરવ અને સમાન વિકાસના સહિયારા મૂલ્યો પર આધારિત છે.”
ગુરુવારે બોત્સ્વાનાની રાજધાની ગાબોરોનમાં, રાષ્ટ્રીય સભાને
સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે,” બોત્સ્વાના લોકશાહી, સુશાસન અને
અસરકારક નેતૃત્વનું ઉદાહરણ છે, જ્યાં રાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ, સમાજના વંચિત વર્ગોના
ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે થાય છે.” આ પ્રસંગે તેમનું સ્વાગત ડેપ્યુટી સ્પીકર
અને વિપક્ષના નેતા સ્પીકર દિથાપેલો એલ. કેઓરાપેત્સે દ્વારા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે,” ભારત અને બોત્સ્વાના વચ્ચે શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી, કૃષિ, સંરક્ષણ, વેપાર અને રોકાણ
જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત મજબૂત બન્યો છે. ભારતને બોત્સ્વાનાના માનવ સંસાધન
વિકાસ અને ક્ષમતા નિર્માણમાં ભાગીદારીનો ગર્વ છે. છેલ્લા દાયકામાં, બોત્સ્વાનાના 1,000 થી વધુ યુવાનોએ
ભારતમાં શિક્ષણ અને તાલીમ મેળવી છે.”
રાષ્ટ્રપતિએ નોંધ્યું કે,” ભારતીય કંપનીઓ બોત્સ્વાનાના હીરા, ઉર્જા અને
માળખાગત ક્ષેત્રોમાં સક્રિય છે, અને નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ નવાચાર, ઔષધી નિર્માણ અને ખાણકામમાં પણ વિશાળ તકો છે. તેમણે બંને
દેશોના વ્યાપારી સમુદાયોને આ આર્થિક ભાગીદારીની સંપૂર્ણ સંભાવનાનો અનુભવ કરવા
વિનંતી કરી.”
આ પહેલા, રાષ્ટ્રપતિ મુર્મુએ બોત્સ્વાનાની ડાયમંડ ટ્રેડિંગ કંપનીની
મુલાકાત લીધી, જ્યાં તેમનું
સ્વાગત, ખનિજ અને ઉર્જા મંત્રી બોગોલો કેનેવેન્ડો અને વિદેશ મંત્રી ફેન્યો બુટાલે
દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ તેમણે થ્રી દિકગોસી સ્મારકની મુલાકાત લીધી અને
બોત્સ્વાનાના સ્વતંત્રતા ચળવળના, ત્રણ આદિવાસી નેતાઓ: ખામા તૃતીય, સેબેલે પ્રથમ અને
બાથોએન પ્રથમને શ્રદ્ધાંજલિ
આપી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ