કડક સુરક્ષા વચ્ચે કલકતાના, ઈડન ગાર્ડન્સ ટેસ્ટ મેચ માટે ખાસ વ્યવસ્થા
કલકતા, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારથી શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટ મેચની અપેક્ષાએ, કલકતા પોલીસે શહેરમાં સુરક્ષા કડક બનાવી દીધી છે. ખાસ કરીને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ અને તેની આસપાસ વ્યાપક
કલકતા


કલકતા, નવી દિલ્હી, 13 નવેમ્બર

(હિ.સ.) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારથી શરૂ થનારી ક્રિકેટ ટેસ્ટ મેચની

અપેક્ષાએ, કલકતા પોલીસે શહેરમાં સુરક્ષા કડક બનાવી દીધી છે. ખાસ કરીને ઈડન

ગાર્ડન્સ સ્ટેડિયમ અને તેની આસપાસ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,” હોટલથી

પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સુધીની મુસાફરી દરમિયાન બંને ટીમોની, સલામતી સુનિશ્ચિત કરવા

માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.” તેમણે ઉમેર્યું હતું કે,” મેચના

પાંચેય દિવસ માટે કડક સુરક્ષા પગલાં લેવામાં આવશે.”

દરમિયાન, કલકતા પોલીસે 14 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ગ્રાઉન્ડ એરિયા અને ઈડન ગાર્ડન્સની આસપાસ

વાહનોની અવરજવરને, નિયંત્રિત કરવા માટે વિગતવાર ટ્રાફિક સલાહકાર જારી કર્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે,” મેચના દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી

સ્ટેડિયમ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં, તમામ કાર્ગો વાહનોની અવરજવર પર સખત

પ્રતિબંધ રહેશે. વધુમાં, ટ્રાફિકનો પ્રવાહ

સુગમ રહે તે માટે જાહેર પરિવહન માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.”

પોલીસ અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે,” ભીડના સ્તર અને

વાસ્તવિક પરિસ્થિતિઓના આધારે, ટ્રાફિક અને સુરક્ષા માર્ગદર્શિકામાં, સમયાંતરે

સુધારો થઈ શકે છે.”

ઈડન ગાર્ડન્સ ખાતે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ

ક્રિકેટ ચાહકો માટે એક મુખ્ય આકર્ષણ બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande