નિકાસ પ્રોત્સાહનના નિર્ણયો અંગે પ્રધાનમંત્રીએ કહ્યું, આનાથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ₹45,000 કરોડના બૂસ્ટર પેકેજની જાહેરાતને એક પગલું ગણાવ્યું, જે વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધ
નમો


નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ વચ્ચે, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ, નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ₹45,000 કરોડના બૂસ્ટર

પેકેજની જાહેરાતને એક પગલું ગણાવ્યું, જે વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે.

તેમણે કહ્યું કે,” કેન્દ્ર સરકારના નિકાસ પ્રોત્સાહનના નિર્ણયો દેશની વૈશ્વિક

સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવશે, પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવશે અને રોજગારની નવી તકો ઉભી

કરશે.”

ત્રણ અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,” આ નિર્ણયો આત્મનિર્ભર

ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ એક મુખ્ય પગલું છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,”

કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ નિકાસકારો માટે, ક્રેડિટ ગેરંટી યોજના નિકાસકારોને

સરળ વ્યવસાયિક કામગીરીમાં મદદ કરશે અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતની સ્થિતિને વધુ

મજબૂત બનાવશે.” તેમણે કહ્યું કે,” આ પગલું ભારતીય ઉદ્યોગની સ્થિરતા, આત્મનિર્ભરતા અને

રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.”

બીજી પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા નો

પડઘો હવે, વૈશ્વિક બજારમાં વધુ અસરકારક રીતે સંભળાશે.” તેમણે જણાવ્યું હતું કે,”

નિકાસ પ્રમોશન મિશન (ઇપીએમ)

નિકાસ

સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે,એમએસએમઈ ક્ષેત્ર, નવા નિકાસકારો અને શ્રમ-સઘન ઉદ્યોગોને વિશેષ લાભ આપશે. આ

મિશન મુખ્ય હિતધારકોને જોડીને, પ્રભાવી અને પરિણામલક્ષી વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે બુધવારે, કેન્દ્ર સરકારે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓ

વચ્ચે ભારતીય નિકાસને વેગ આપવા માટે ₹45,000 કરોડના બૂસ્ટર પેકેજની જાહેરાત કરી હતી. આમાં

નિકાસ પ્રમોશન મિશન માટે ₹25,060 કરોડ અને

નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજનાના વિસ્તરણ માટે ₹20,000 કરોડની ફાળવણીનો

સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande