લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન, આગામી સૂચના સુધી બંધ રહેશે: ડીએમઆરસી
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ ગુરુવારે જણાવ્યું હતું કે,” સુરક્ષા કારણોસર લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન આગામી સૂચના સુધી બંધ રહેશે. દિલ્હીના અન્ય તમામ સ્ટેશનો સામાન્ય રીતે કાર્યરત છે.” એક્સ-પ
મેટ્રો


નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ ગુરુવારે

જણાવ્યું હતું કે,” સુરક્ષા કારણોસર લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન આગામી સૂચના સુધી

બંધ રહેશે. દિલ્હીના અન્ય તમામ સ્ટેશનો સામાન્ય રીતે કાર્યરત છે.”

એક્સ-પોસ્ટ પર પ્રકાશિત એક નિવેદનમાં, ડીએમઆરસીએ જણાવ્યું હતું

કે, સુરક્ષા કારણોસર, લાલ કિલ્લો

મેટ્રો સ્ટેશન આગામી સૂચના સુધી બંધ રહેશે. અન્ય તમામ સ્ટેશનો સામાન્ય રીતે

કાર્યરત છે.

લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ બાદ, રાષ્ટ્રીય

રાજધાનીમાં વધુ સતર્કતા અને સાવચેતીના પગલાં વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને જણાવ્યું હતું કે,” સુરક્ષા

એજન્સીઓ સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે.જેના કારણે

સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા

છે અને ઘણા લોકો ઘાયલ થયા હતા.”

ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રોની વાયોલેટ લાઇન પર સ્થિત આ

મેટ્રો સ્ટેશન ઐતિહાસિક લાલ કિલ્લો, જામા મસ્જિદ અને વ્યસ્ત ચાંદની ચોક વિસ્તાર સહિત અનેક મુખ્ય

સ્થળો માટે, મુખ્ય પ્રવેશ બિંદુ તરીકે સેવા આપે છે. તેના કામચલાઉ બંધ થવાથી જૂની

દિલ્હીની મુલાકાત લેતા દૈનિક મુસાફરો અને પ્રવાસીઓને અસર થવાની ધારણા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande