પાટણ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે, વિશેષ કેમ્પનું આયોજન
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. આ દરમિયાન મતદારો માટે ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ સ્વ
પાટણ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. આ દરમિયાન મતદારો માટે ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ સ્વીકારવા તથા 2002ની મતદાર યાદીમાં નામ શોધવા જેવી કામગીરી થશે. 1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરી શકશે.

મતદાર યાદી સુધારણા માટે જિલ્લામાં કુલ 1222 BLO કર્મચારીઓ ઘેર ઘેર જઈને ચકાસણીનું કામ કરી રહ્યા છે. ફોર્મ વિતરણ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે, જોકે કેટલાક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે સરપંચો તથા સોસાયટી પ્રમુખોની મદદથી મતદારો સુધી પહોંચવાનું કામ ચાલી રહ્યું છે.

SIR (Special Intensive Revision) પ્રક્રિયાના ભાગરૂપે BLOs અધિકારીઓ અને સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી કાર્યની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ નકલી અને ડુપ્લિકેટ નામોને દૂર કરી મતદાર યાદીને શુદ્ધ બનાવવાનો છે. ખાસ કરીને સ્થળાંતર કરનારા, મૃતકો તથા એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરી તેમની નોંધમાં સુધારા કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande