
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે
ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો ત્રણ દિવસનો
વિજયી સિલસિલો તોડ્યો. બંને મુખ્ય શેરબજાર સૂચકાંકો હાલમાં વધઘટમાં છે.
ટ્રેડિંગની શરૂઆતમાં, રોકાણકારો સંભવિત ભારત-યુએસ વેપાર કરારની પ્રગતિ પર નજર
રાખી રહ્યા હતા, જેના કારણે
દંડાત્મક ટેરિફ પાછો ખેંચી શકાય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ
શરૂઆતના ટ્રેડિંગમાં 138.36 પોઈન્ટ અથવા ૦.16 ટકા ઘટીને 84,328.15
પર પહોંચી ગયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર 5૦ શેરનો નિફ્ટી 35.25 પોઈન્ટ અથવા ૦.14 ટકા ઘટીને 25,840.55 પર પહોંચી ગયો. હાલમાં, નાણાકીય અને આઈટી
શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે
શેરબજારમાં વધારો ચાલુ રહ્યો. બીએસઈ સેન્સેક્સ 595-19
પોઈન્ટ અથવા ૦.71 ટકા વધીને 84.466.51 પર બંધ થયો.
દરમિયાન, એનએસઈ નિફ્ટી 18૦.85 પોઈન્ટ અથવા ૦.7૦ ટકા વધીને 25,875.80 પર બંધ
થયો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ