
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક દિવસોથી
બીમાર હતા, પરંતુ હવે તેમને
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમના સ્વસ્થ થવાના
સમાચારથી, ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે, અને અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓ સોશિયલ
મીડિયા પર વહેતી થઈ રહી છે. આ દરમિયાન, ધર્મેન્દ્રના પુત્ર અને અભિનેતા સની દેઓલનો એક વીડિયો સામે
આવ્યો છે, જેમાં તે મીડિયા
પર નારાજ થતા જોવા મળે છે.
સની દેઓલ, ધર્મેન્દ્રના ઘરની બહાર ભડક્યા
અહેવાલ મુજબ, ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદથી ધર્મેન્દ્રના
જુહુ બંગલા બહાર મીડિયા અને પાપારાઝીઓની, મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. બુધવારે સવારે
જ્યારે સની દેઓલ પોતાના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે, તેમણે ત્યાં હાજર મીડિયા
ફોટોગ્રાફરો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી. વીડિયોમાં, સની હાથ જોડીને
કહેતા સાંભળી શકાય છે,
તમારા ઘરે માતા-પિતા અને બાળકો છે... તમને શરમ નથી આવતી?
અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો
છે. ચાહકો કહે છે કે,” સનીનો ગુસ્સો વાજબી છે.કારણ કે દેઓલ
પરિવાર હાલમાં ભાવનાત્મક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.” આની પહેલા, દેઓલ પરિવારે, એક
સત્તાવાર નિવેદન બહાર પાડીને મીડિયાને ગોપનીયતા જાળવવા અને અફવાઓ ફેલાવવાથી દૂર
રહેવા વિનંતી કરી હતી. ધર્મેન્દ્ર હાલમાં ઘરે છે અને ડોકટરોની દેખરેખ હેઠળ ધીમે
ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ