
વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ,)
અમેરિકામાં 41 દિવસથી ચાલી
રહેલ શટડાઉન, સમાપ્ત થવાના આરે છે. બુધવારે, અમેરિકી સાંસદો એ શટડાઉન સમાપ્ત કરવા માટે મતદાન કર્યું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર સાથે, બિલ કાયદો બનશે, જેનાથી સરકારી કામગીરી ફરી શરૂ થવાનો માર્ગ મોકળો થશે.
શટડાઉનને કારણે લાખો ફેડરલ કર્મચારીઓના પગાર અને ખાદ્ય
સહાયમાં વિક્ષેપ પડ્યો, તેમજ હવાઈ
મુસાફરીમાં નોંધપાત્ર વિલંબ થયો. કોંગ્રેસે બુધવારે અમેરિકી સરકારના શટડાઉનને
સમાપ્ત કરવા માટે, એક બિલને મંજૂરી આપી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે, વિક્ષેપિત
ખાદ્ય સહાય ફરી શરૂ કરવા,
ફેડરલ
કર્મચારીઓને પગાર આપવા અને હવાઈ ટ્રાફિક નિયંત્રણ પ્રણાલીને પુનર્જીવિત કરવા માટે
મતદાન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ