
નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં, તેની તાજેતરમાં રિલીઝ
થયેલી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડ ની સફળતા માટે સમાચારમાં છે. આ ફિલ્મને
દર્શકો અને વિવેચકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ એક
સફળતા પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રશ્મિકા અને અભિનેતા વિજય દેવેરાકોંડાએ હાજરી આપી
હતી. આ પ્રસંગનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિજય,
રશ્મિકા પર પોતાનો પ્રેમ વરસાવતો દેખાય છે, અને તે ક્ષણ ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
વાયરલ વિડિઓમાં, વિજય દેવેરાકોંડા પાર્ટીની વચ્ચે ઉભા છે, જ્યારે રશ્મિકા
આવે છે. તેને જોઈને, વિજય સ્મિત કરે
છે અને આગળ ચાલે છે અને બધાની સામે તેનો હાથ ચુંબન કરે છે. આ પહેલી વાર છે જ્યારે
બંનેએ, જાહેરમાં તેમના સંબંધ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. વિડિઓ પછી, સોશિયલ મીડિયા પર
ચાહકો વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઘણા યુજર્સ કહે છે કે, રશ્મિકા અને વિજયે હવે
સત્તાવાર રીતે તેમના સંબંધો સ્વીકારી લીધા છે.
પાર્ટી દરમિયાન, રશ્મિકાએ વિજયની પ્રશંસા કરતા કહ્યું, વિજુ, તું શરૂઆતથી જ આ
ફિલ્મનો ભાગ રહ્યો છે અને તેની સફળતાને પાત્ર છે. આ સફર દરમિયાન તું વ્યક્તિગત
રીતે મારી સાથે રહ્યો છે. હું ઈચ્છું છું કે દરેકના જીવનમાં વિજય દેવરકોંડા જેવો
કોઈ હોય.કારણ કે તે એક
આશીર્વાદ છે.
ફિલ્મની સફળતા અને આ રોમેન્ટિક ક્ષણ પછી, સોશિયલ મીડિયા પર
તેમના લગ્નની અફવાઓ પણ તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” રશ્મિકા
મંદાના અને વિજય દેવરકોંડા, ફેબ્રુઆરી 2026 માં લગ્ન કરી શકે છે.જોકે હજુ સુધી
બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ