સિદ્ધપુરના ખળી સર્કલ પર 95 કરોડનો છ માર્ગીય ફ્લાયઓવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે – વિકાસ તરફ મોટું પગલું
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખળી સર્કલ પર 95 કરોડ રૂપિયાના ખર્ચે છ માર્ગીય ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હાઇસ્પીડ કોરિડોર અંતર્ગત અમદાવાદ-મહેસાણા-પાલનપુર મુખ્ય માર્ગ પર કિલોમીટર 108
સિદ્ધપુરના ખળી સર્કલ પર 95 કરોડનો છ માર્ગીય ફ્લાયઓવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે – વિકાસ તરફ મોટું પગલું


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખળી સર્કલ પર 95 કરોડ રૂપિયાના ખર્ચે છ માર્ગીય ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હાઇસ્પીડ કોરિડોર અંતર્ગત અમદાવાદ-મહેસાણા-પાલનપુર મુખ્ય માર્ગ પર કિલોમીટર 108/200 ખાતે બની રહ્યો છે. રાજ્ય સરકારે 13 જુલાઈ, 2023ના રોજ 9,500 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી આપી હતી અને માર્ગ-મકાન વિભાગે મહેસાણા સ્થિત અનંતા પ્રોક્રોન પ્રા. લિ.ને 18 એપ્રિલ, 2024ના રોજ વર્ક ઓર્ડર આપ્યો હતો.

પ્રોજેક્ટની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કુલ 26 પાઇલ કેપમાંથી 20 અને 26 પિઅર પૈકી 18 પિઅરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 140 ગર્ડરમાંથી 53 ગર્ડર તૈયાર થયા છે. સ્ટોર્મ વોટર ડ્રેઇન અને રીટેઇનિંગ વોલનું કામ પૂર્ણ થયું છે, તથા કુલ 28 સ્લેબ પૈકી 3 સ્લેબનું કામ પ્રગતિમાં છે. ઇજારદાર દ્વારા કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટ 24 જુલાઈ, 2026 સુધી પૂર્ણ કરવાનો ધ્યેય છે.

ફ્લાયઓવર પૂર્ણ થતાં વાહન વ્યવહાર વધુ સરળ બનશે, મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે. ટ્રાફિક સંઘર્ષમાં ઘટાડો થતાં અકસ્માતોની સંભાવના ઘટશે અને મુસાફરોની સલામતી વધશે.

સુધરેલી માર્ગ સુવિધાથી વેપાર-વ્યવસાય અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. ખળી સર્કલ વિસ્તારનું ટ્રાફિક દબાણ ઘટતાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે, જે સિદ્ધપુર વિસ્તારના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande