પોરબંદરના શીશલી ગામે ધોળા દિવસે 46 તોલા સોનાના દાગીનાની ચોરી
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા છે. ત્યારે પોરબંદરના શીશલી ગામે એક મહિલા ખેડુતના ઘરમા ધોળે દિવસે 46 તોલા સોનાના ઘરેણા અને રોકડ રકમની ચોરી થતા ભારે ચર્ચા જોવા મળી રહી છે શીશલી ગામે રહેતા અને ખેતીકામ અને ઘર કામ
પોરબંદરના શીશલી ગામે ધોળા દિવસે 46 તોલા સોનાના દાગીનાની ચોરી


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા છે. ત્યારે પોરબંદરના શીશલી ગામે એક મહિલા ખેડુતના ઘરમા ધોળે દિવસે 46 તોલા સોનાના ઘરેણા અને રોકડ રકમની ચોરી થતા ભારે ચર્ચા જોવા મળી રહી છે શીશલી ગામે રહેતા અને ખેતીકામ અને ઘર કામ કરતા લાખીબેન ભુપતભાઇ ઓડેદારાનો પરિવાર બાજુની વાડીમા ખેતીકામ કરતો હતો તે દરમ્યાન ધોળે દિવસે તસ્કરો ઘરમા પ્રવેશી અને કબાટમા રહેલા 46 તોલા સોનાના ઘરેણા કિંમત રૂ.20,15,000 તથા રોકડ રકમ રૂ.1,50,000 મળી કુલ રૂ. 21,65,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. ખેડુત પરિવાર ઘરે આવ્યો ત્યારે ઘરનો માલસામાન વેર વિખેર હાલતમા જોવા મળ્યો હતો અને તપાસ કરતા સોનાના ઘરેણ અને રોકડ રકમની ચોરી થયાની જાણ થતા તેમણે તુરત

બગવદર પોલીસને જાણ કરતા પોલીસ તુરંત દોડી ગઇ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામા આવી છે લાખો રૂપીયાના મુદામાલની ચોરી થતા બરડા પંથકમા ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande