
ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.,નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીરસોમનાથનાઓ તરફથી સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજ ના નામે અનૈતિક પ્રવૃતિઓ ચલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવાં કરેલ સુચના મુજબ, આ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ઓના માર્ગદર્શન અનુસાર તા.૧૩/૧૧/૨૦૨૫ ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વાઘેલાનાઓની રાહબરી હેઠળ પોલીસ પોલીસ ઇન્સ્પેકટર વિ.બી.પીઠીયા, મહીલા પોલીસ સ્ટેશન ઇ.ચા. AHTU ગીરસોમનાથ તથા વુમન પોલીસ સબ ઇન્સ. એસ.એસ.વાવૈયા મહીલા પોલીસ સ્ટેશન ગીરસોમનાથ તથા એસ.ઓ.જી.ગીરસોમનાથ તથા મહીલા પોલીસ સ્ટેશનના પો.સ્ટાફ સાથે કામગીરી સબબ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના આરોપીઓએ પોતાના ધ હેવન ફેમીલી સ્પામાં બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃતિઓ ચલાવી શરીર સંબંધ બાંધવા રૂમની સગવડ પુરી પાડી રેઇડ દરમ્યાન રોકડ રૂ.૨૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/-તથા કોન્ડમ પીસ-૨ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ કી.રૂ.૧૨,૩૦૦/- ના મુદામાલ સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ તથા ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શન એકટ ૧૯૫૬ મુજબ ગુન્હો રજી. કરાવેલ.
આ કામના આરોપીઓએ પોતાના ધ હેવન ફેમીલી સ્પામાં બહાર થી ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં શરીર સંબંધ બાંધવા રૂમની સગવડ પુરી પાડી બહાર થી આ કામની ભોગબનનાર મહીલાઓને લાવી પ્રલોભનો આપી સ્પામાં રાખી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો કરી ગુનો કરેલ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
1 એન.એ.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગીરસોમનાથ
2 વિ.બી.પીઠીયા પોલીસ ઇન્સ્પેકર મહીલા પોલીસ સ્ટેશન ઇ.ચા. AHTU ગીરસોમનાથ
3 એસ.એસ.વાવૈયા, વુમન પો.સબ ઇન્સ. મહીલા પોલીસ સ્ટેશન ગીરસોમનાથ
4 દેવદાનભાઇ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા એ.એસ.આઇ., એસ.ઓ.જી. ગીરસોમનાથ
5 વિપુલભાઇ ટીટીટા પો.હેડ કોન્સ. એસ.ઓ.જી. ગીરસોમનાથ
6 કૈલાશસિંહ બારડ, મહાવિરસિંહ જાડેજા પો.કોન્સ. એસ.ઓ.જી. ગીરસોમનાથ
7 કીરણબેન મસરીભાઇ તથા ચંચલબેન વ્રજલાલભાઈ વુ.પો.કોન્સ. મહીલા પો.સ્ટે. ગીરસોમનાથ
આરોપીઓના નામ :
1. મુખ્તાર નુરમહમદભાઇ સુમરા, ઉ.વ.૪૨, ધંધો: સ્પાનો રહે. ગોવિદપરા તા.વેરાવળ
2. સાહીલ હનીફભાઇ ચૌહાણ ઉ.વ.૨૮, ધંધો: સ્પામાં નોકરી રહે, ગોવિદપરા તા.વેરાવળ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ