લગ્નમાં સોનાના દાગીના પહેરવા લઈ જઈ આરોપી ફરાર
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના કુંભાર વાડા વિસ્તારમાં રહેતા મુમતાજ અહેમદઅલી કાદરી પાસે ઈરફાન ગુલમમાદ કુરેશીએ લગ્નમાં પહેરવા સોનાના દાગીના માંગ્યા હતા. જે તેણે પરત નહિ આપતા મુમતાજ અહેમદઅલી કાદરીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ઈરફાન ગુલમમાદ કુ
લગ્નમાં સોનાના દાગીના પહેરવા લઈ જઈ આરોપી ફરાર


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના કુંભાર વાડા વિસ્તારમાં રહેતા મુમતાજ અહેમદઅલી કાદરી પાસે ઈરફાન ગુલમમાદ કુરેશીએ લગ્નમાં પહેરવા સોનાના દાગીના માંગ્યા હતા. જે તેણે પરત નહિ આપતા મુમતાજ અહેમદઅલી કાદરીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ઈરફાન ગુલમમાદ કુરેશી વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.

કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી મુમતાજબેન અને ઈરફાન કુરેશી એક બીજાને ઘણા સમયથી ઓળખતા હતા અને બનેંને એક બીજાના પરિવાર સાથે પણ સારો સંબંધ હતો. ત્યારે આજથી ચાર વર્ષ પહેલા 2021માં ઈરફાનની બહેન મુસ્કાનને લગ્ન પ્રસંગે જવાનું હોવાથી મુમતાજ પાસે ઘરેણા માંગ્યા હતા જે મુમતાજબેને સંબંધ અને વિશ્વાસ હોવાને નાતે આપ્યા હતા. ત્યાર બાદ ફરિયાદીએ વારંવાર ઘરેણાં પરત માંગતા ઈરફાન બહાનાઓ કરતો હતો અને ઘરેણા મૂકી લોન લીધી છે, પૈસાની વ્યવસ્થા થઈ જશે એટલે છોડાવીને આપી જઈશ એવું કહેતો હતો. પરંતુ ચાર વર્ષ સુધી કિંમતી ઘરેણાં પરત ન આપતા મુમતાજબેને કીર્તિમંદિર પોલીસનો સંપર્ક સાધી ઈરફાન કુરેશી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande