જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે વિસ્ફોટ; સવાર સુધીમાં મૃત્યુઆંક 7 થયો; સુરક્ષા કડક
જમ્મુ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.): જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં, શુક્રવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક 7 થયો છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. વિસ્ફોટ દરમિયાન લાગેલી
જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે વિસ્ફોટ; સવાર સુધીમાં મૃત્યુઆંક 7 થયો; સુરક્ષા કડક


જમ્મુ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.): જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં, શુક્રવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક 7 થયો છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. વિસ્ફોટ દરમિયાન લાગેલી આગમાં પાર્ક કરેલા ઘણા વાહનો નાશ પામ્યા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, તેનો અવાજ છાનપોરા, સનતનગર, રાવલપોરા અને પંથા ચોક જેવા દૂરના વિસ્તારોમાં સંભળાયો હતો. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande