
નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.) કલકતામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે
ચાલી રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ દરમિયાન, ઈજાગ્રસ્ત થયેલા ભારતીય કેપ્ટન
શુભમન ગિલ હવે આખી મેચમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ
(બીસીસીઆઈ) એ પુષ્ટિ આપી છે કે, ગિલ હવે ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. મેડિકલ ટીમ
સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે.
શનિવારે, ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ દરમિયાન, કેપ્ટન શુભમન ગિલ
ફક્ત 4 રનના વ્યક્તિગત
સ્કોર સાથે રિટાયર્ડ હર્ટ થયા હતા. તેમને ગરદનમાં ખેંચાણનો અનુભવ થયો અને તેઓ
મેદાન છોડી ગયા.
બીસીસીઆઈએ રવિવારે એક અપડેટ આપ્યું હતું, “જેમાં કહેવામાં
આવ્યું હતું કે, કલકતામાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે
કેપ્ટન શુભમન ગિલને, ગરદનમાં ઈજા થઈ હતી. દિવસની રમત પછી તેમને મૂલ્યાંકન માટે
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ હાલમાં હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે અને
વધુ ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમનું નિરીક્ષણ કરવાનું
ચાલુ રાખશે.”
મેચની વાત કરીએ તો, આજે ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 153 રનમાં ઓલઆઉટ થઈ
ગયો હતો. જેના કારણે ભારતીય ટીમને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, ભારતીય ટીમે
અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. ઇડન ગાર્ડન્સની આ મુશ્કેલ પીચ પર ભારતને,
જીતવા માટે હજુ 88 રનની જરૂર છે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ