
નવી દિલ્હી, 16 નવેમ્બર (હિ.સ.) આ ભવ્ય ગ્લોબટ્રોટર ઇવેન્ટની જાહેરાત થતાં જ, દર્શકો ભારતના
અત્યાર સુધીના સૌથી મોટા સિનેમેટિક જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને
અંતે, હૈદરાબાદના
રામોજી ફિલ્મ સિટી ખાતે આયોજિત, આ મેગા ઇવેન્ટે રાહ જોવી યોગ્ય સાબિત કરી. શાનદાર
સેટ-અપ, વિશાળ ભીડ અને
આકર્ષક પ્રદર્શન વચ્ચે, દર્શકોએ એક એવો
શો જોયો, જે ભારતીય મનોરંજનના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રહેશે.
આ ઇવેન્ટની સૌથી મોટી ખાસિયત એસએસ રાજામૌલીના ખૂબ જ
અપેક્ષિત વૈશ્વિક પ્રોજેક્ટની સત્તાવાર શીર્ષક જાહેરાત હતી. મહેશ બાબુ અભિનીત
ફિલ્મનું શીર્ષક 'વારાણસી' છે.
ભવ્ય 130 ફૂટ સ્ક્રીન પર એક ટૂંકો વિડિયો (ટીઝર) પણ બતાવવામાં આવ્યો
હતો, જે ઉત્સાહમાં
વધારો કરે છે. ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી: 'વારાણસી' સંક્રાંતિ 2027 ના રોજ
સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ કાર્યક્રમમાં પૃથ્વીરાજ સુકુમારનના કુંભા
અવતાર અને પ્રિયંકા ચોપડા જોનસના દમદાર મંદાકિની લુકનો પહેલો દેખાવ પણ
રજૂ કરવામાં આવ્યો હતો. આ ખુલાસાઓએ સોશિયલ મીડિયા પર ભારે ધમાલ મચાવી દીધી હતી, જેના થોડા
કલાકોમાં જ વીડિયો અને ફોટા વાયરલ થઈ ગયા હતા અને પ્રેક્ષકોની ઉત્સુકતા ઝડપથી વધી
ગઈ હતી.
એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત, આ કાર્યક્રમ ફક્ત
લોન્ચ જ નહોતો, પરંતુ એક દ્રશ્ય
ઉજવણી હતો. અંદાજિત 50,000 થી વધુ ચાહકોની
હાજરીએ તેને ભારતના સૌથી મોટા લાઇવ ફેન ઇવેન્ટ્સમાંનો એક બનાવ્યો. મહેશ બાબુના
વિશાળ ચાહક વર્ગ અને રાજામૌલીના વિઝનને કારણે, આ જાહેરાત પેઢીમાં એક વાર જોવા મળતી
ક્ષણ બની ગઈ.
રાજામૌલીએ ભારતીય ફિલ્મોને, વૈશ્વિક સ્તરે ઓળખ આપી દીધી છે. હવે, મહેશ બાબુ સાથેનો
તેમનો આ પ્રોજેક્ટ વારાણસી, પ્રેક્ષકોની
અપેક્ષાઓ કરતાં વધુ હોવાનું કહેવાય છે.જે એક ભવ્ય, વધુ આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રદાન કરનારો જણાવાય છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ