નાઓમી ઓસાકા ઓકલેન્ડ, ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટમાંથી નામ પાછું લીધું, હવે યુનાઇટેડ કપમાં જાપાન માટે રમશે
વેલિંગ્ટન, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા, જાન્યુઆરીમાં ઓકલેન્ડમાં યોજાનારી એએસબીક્લાસિક ડબ્લ્યુટીએ ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. ઓસાકા હવે ન્યુઝીલેન્ડને બદલે ઓસ્ટ્રેલિયામાં યોજા
નાઓમી


વેલિંગ્ટન, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.)

ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા, જાન્યુઆરીમાં ઓકલેન્ડમાં યોજાનારી એએસબીક્લાસિક ડબ્લ્યુટીએ

ટુર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. ઓસાકા હવે ન્યુઝીલેન્ડને બદલે ઓસ્ટ્રેલિયામાં

યોજાનારી યુનાઇટેડ કપ 2026 માં જાપાનનું

પ્રતિનિધિત્વ કરશે.

ઓસાકાએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે,” તે તેની 2026 સીઝન ઓકલેન્ડમાં

શરૂ કરશે, જ્યાં તેણીએ

શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ વર્ષની શરૂઆતમાં ફાઇનલમાં પહોંચી હતી.” જો કે, તેણીએ હવે

ટુર્નામેન્ટ ડિરેક્ટર, નિકોલસ લેમ્પેરિનને જાણ કરી છે કે,” તે ઓસ્ટ્રેલિયામાં તેના

પ્રી-ઓસ્ટ્રેલિયન ઓપન તૈયારી તબક્કાની શરૂઆત કરવા માંગે છે.”

ઓસાકા યુનાઇટેડ કપમાં, જાપાની ટીમમાં શિંટારો મોચિઝુકી સાથે

રમશે. આ ટુર્નામેન્ટ 2 થી 11 જાન્યુઆરી

દરમિયાન, પર્થમાં યોજાશેઅને જાપાન ગ્રુપ સ્ટેજમાં બ્રિટન અને ગ્રીસનો સામનો કરશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ, ઓસ્ટ્રેલિયન ઓપન, 18 જાન્યુઆરીએ મેલબોર્ન પાર્ક ખાતે શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande